મોરબીમાં કોંગ્રેસના કાર્યકર ઉપર ખૂની હુમલા બાદ ગુંડાગીરીના વિરોધમાં કાલે મંગળવારે કોંગ્રેસની મૌનરેલી

- text


કોંગી કાર્યકર ઉપર જીવલેણ હુમલાના વિરોધમાં નવા બસસ્ટેન્ડ, સરદાર પટેલની પ્રતિમાંથી નગર દરવાજા સુધી રેલી નીકળશે

મોરબી : મોરબીમાં સોમવારે ઢળતી સાંજે કોંગ્રેસના કાર્યકર્તાના ઘર ઉપર ઘાતક હથિયાર સાથે હુમલો થતા કોંગ્રેસ દ્વારા આ હુમલો ભાજપના નેતાના ઈશારે થયાનાનું જણાવી ભાજપની ગુંડાગીરીના વિરોધમાં સવારે ૧૦ વાગ્યે સનાળા રોડ સરદાર પટેલની પ્રતિમાથી નગરદરવાજા સુધી મૌનરેલીનું આયોજન કરાયું છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના જણાવ્યા મુજબ મોરબીમાં બીજેપી નેતાઓ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપર કરેલ ખૂની હુમલાના વિરોધમાં તા.16ના રોજ સવારે, 10 : 00 વાગ્યે સરદાર પટેલની પ્રતિમા ખાતેથી નગર દરવાજા સુધી મૌનરેલીનું આયોજન કરેલ છે. આ મૌન રેલીમાં સર્વ મોરબીવાસીઓને ગુંડાગીરીનો વિરોધ કરવા મૌનરેલીમાં જોડાવા અપીલ કરી કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ અવશ્ય હાજરી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text