વાંકાનેર વ્હોરાવાડ- દિગ્વિજયનગરમા સી.સી. રોડ ન કરાતા લતાવાસીઓમાં ગણગણાટ

- text


સિમેન્ટ રોડ બાકી છે તેવા વિસ્તારમાં અંદરખાને રોષ : બાકી રહેતા તમામ વિસ્તારમાં રોડ બનાવવાની ખાતરી આપતા ચીફ ઓફિસર

(કેતન ભટ્ટી) વાંકાનેર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો ચુંટણી જીતવા દિવસ રાત એક કરી રહ્યા છે જ્યારે બીજી તરફ જે જે વિસ્તારમાં ખાસ કરીને સિમેન્ટ રોડનું કામ બાકી છે તે વિસ્તારના લતાવાસીઓમાં અંદર ખાને ગણગણાટ જોવા મળી રહ્યો છે, શહેર મધ્યે આવેલા વ્હોરા વાડ વિસ્તારની મુખ્ય શેરી વિસ્તારમાં લાંબા સમયથી ખોદી નાખેલ હાલતમાં માર્ગ જોવા મળી રહ્યો છે, આ વિસ્તારમાં વર્ષોથી જર્જરિત માર્ગ છે ત્યારે શહેર માં હાલ સિમેન્ટ રોડ કામગીરી ચાલુ છે ત્યારે વ્હોરા વાડ માં પણ સિમેન્ટ રોડ કરવામાં આવે તેવું લતાવાસીઓ ઈચ્છી રહ્યા છે આ ઉપરાંત શહેરનાં દિગ્વિજય નગર વિસ્તારમાં અમુક શેરીઓમા સિમેન્ટ રોડ બનાવાયા છે જ્યારે મુખ્ય શેરીમાં જ સિમેન્ટ રોડ ન કરાતા અહીં પણ લતાવાસીમાં ગણગણાટ ઉઠવા પામ્યો છે, ત્યારે શહેરનાં જેજે વિસ્તારોમાં સિમેન્ટ રોડનું કામ બાકી છે ત્યાંના લતાવાસીઓમા અંદરખાને ગણગણાટ જોવા મળી રહ્યો છે, હાલ વહીવટદાર સાશન હોય આ બાબતે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે શહેરમાં હાલ સિમેન્ટ રોડ કામગીરી પ્રગતિ પર જ છે. તબક્કાવાર જ્યાંજ્યાં બાકી છે તે દરેક વિસ્તારમાં સિમેન્ટ રોડ કામ કરવામાં આવશે.

- text