મોરબીમાં પાન-માવાના ભાવમાં તોળાતો રૂ.૫ નો વધારો

- text


તમાકુ અને સોપારીના ભાવમાં તોતિંગ ભાવ વધારો ઝીકાતાં ભાવ વધારાના સંકેત : કાલે મોરબી પાન પટ્ટી એસોશિએશની બેઠક

તમાકું-સોપારીમાં ભાવવધારાના પગલે મોરબીના પાન-માવાના વેપારીઓની રવિવારે બેઠક

મોરબી પાન-પટ્ટી એસો.ની બેઠકમાં પાન-માવાના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય લેવાની શકયતા

મોરબી : કોરોના કાળમાં લોકડાઉન ખુલ્યા બાદ ધીરેધીરે તમામ વેપાર ધંધા રાબેતા મુજબ ધમધમવા લાગ્યા છે પરંતુ લોકડાઉન પછી તમાકું-સોપારીમાં ભાવવધારા બાદ ફરી એક વાર તમાકુ અને સોપારીના ભાવમાં તોતિંગ ભાવ વધારો ઝીકાતા પાન – માવના ભાવમાં રૂ.પાંચ સુધીનો વધારો તોળાઈ રહ્યો છે. આ માટે મોરબી પાન-પટ્ટી એસો.દ્વારા આવતીકાલે રવિવારે પાન-માવાના વેપારીઓની એક અગત્યની બેઠક યોજાનાર છે. જેમાં ભાવોમાં વધારો કરવાનો નિર્ણય લેવાની શકયતા છે.

- text

મોરબી પાન-પટ્ટી એસોસિએશનના જણાવ્યા મુજબ કોરોના મહામારીને કારણે અગાઉ લાગુ કરાયેલા લોકડાઉનને કારણે મહિનાઓ સુધી પાન-માવાના ધંધા સંદતર બંધ રહ્યા હતા. લોકડાઉન ખુલ્યા બાદ ધીરેધીરે પાન-માવાના ધંધા તો શરૂ થયા પણ મંદીએ એવો ભરડો લીધો કે નાના-નાના પાન-માવાના વેપારીઓને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. હજુ આ મંદીની કળ વળી નથી.ત્યાંજ પડ્યા ઉપર પાટુંની જેમ પાન-માવા માટે અગત્યના તમાકું-સોપારીના ભાવોમાં અસહ્ય ભાવ વધારો ઝીકાયો છે.

છેલ્લા દસ દિવસમાં જ સોપારીના ભાવમાં પ્રતિકીલોએ 150થી 200 વધ્યા છે અને તમાકુમા પણ નાના ડબ્બામાં 20થી વધુ ભાવ વધારો થયો છે. આવા સંજોગોમાં ધંધા ટકાવી રાખવા માટે પાન-માવાના ભાવોમાં વધારો કરવો અનિવાર્ય હોય આ અંગેની ચર્ચા વિચારણા કરવા માટે આવતીકાલે તા.14 ને રવિવારે સાંજે 4 વાગ્યે શંકર આશ્રમ-મોરબી ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ પાન-માવાના વેપારીઓને હાજર રહેવા અપીલ કરાઈ છે.

- text