મોરબી : સીરામીક ફેકટરી દુર્ઘટનામાં દટાયેલી શ્રમિક મહિલાનો મૃતદેહ બહાર કઢાયો

- text


બે લોકોના મૃતદેહ ગઈકાલે બહાર કઢાયા બાદ મોડી રાત્રે હતભાગી મહિલાનો મૃતદેહ પણ હાથ લાગ્યો

ફેકટરીના ભાગીદાર, લેબ. ટેક્નિશિયન અને શ્રમિક મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી

મોરબી : જેતપર રોડ સ્થિત રંગપર ગામ નજીક આવેલી ગ્રીસ સીરામીક ફેકટરીમાં બે દિવસ પૂર્વે સર્જાયેલી દુર્ઘટનામાં ગઈકાલે શુક્રવારે મોડી રાતે કાટમાળ નીચેથી વધુ એક મૃતદેહ મળી આવતા દુર્ઘટનાનો મૃત્યુઆંક ત્રણ થયો છે.

- text

રંગપર સ્થિત ગ્રીસ સીરામીક ફેકટરીમાં માટી ભરેલી કોઠીઓનું સ્ટ્રક્ચર નમી જતા તેની નીચે ત્રણ લોકો દબાયા હતા. જે પૈકી ફેકટરીના ભાગીદાર સંજય સાણંદીયા અને લેબ. ટેક્નિશિયન અરવિંદભાઈ ગામીનો મૃતદેહ ગઈકાલે શુક્રવારે દિવસ દરમ્યાન ભારે જહેમતને અંતે બહાર કઢાયો હતો. જ્યારે શુક્રવારે મોડી રાત્રે શ્રમિક મહિલા સોરમબેન પુરબીયાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. આમ ઉપરોક્ત દુર્ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિઓનો ભોગ લેવાયો છે. તૂટી પડેલા કાટમાળને હટાવવા માટે મોરબી, હળવદ અને રાજકોટ ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી અને બે દિવસ કરતા વધુ સમય સુધી રાત-દિવસ ચાલેલી કામગીરી બાદ ત્રણ-ત્રણ મૃતદેહો હાથ લાગતા હતભાગી પરિવારોમાં કલ્પાંત મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત દુર્ઘટનામાં કુલ 5 લોકો તૂટી પડેલા કાટમાળની ઝપટે ચડ્યા હતા જે પૈકી નવીનભાઈ નાખવા અને કાલીબેન ગણાવાને તુરંત જ બચવીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે ત્રણ લોકો તૂટી પડેલા સાયલાની બિલકુલ નીચે દબાઈ જતાં ત્રણેય લોકોના મોત નિપજ્યા હતા. જેના મૃતદેહો બહાર કાઢી રાહત બચાવ કામગીરી પુરી કરવામાં આવી છે.

- text