મોરબીની પી. જી. પટેલ કોલેજમાં આજથી શૈક્ષણિક કાર્યનો આરંભ

- text


મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજમાં અત્યાર સુધી સરકારની ગાઈડલાઈન મુજબ ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલુ હતું. અને ઓનલાઈન શૈક્ષણિક કાર્યના માધ્યમથી બે વિદ્યાર્થીઓ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટોપ ટેનમાં છઠો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.

જયારે હાલ સરકારની નવી ગાઈડલાઈન મુજબ કોલેજમાં વિદ્યાર્થીઓને કલાસ રૂમ લેકચરની છુટ મળતા આજથી નવા પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્યે ઘમઘમતું થયું છે. કોલેજમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને કોલેજના નિયમોથી માહિતગાર કરવામાં આવેલ હતા. સાથે સાથે પરીક્ષાલક્ષી માહિતી આપવામાં આવેલ હતી તથા ગઈકાલે કોલેજ દ્વારા વિમોચન કરાયેલ અયોધ્યા રામ મંદિર નિર્માણ અર્થે રામનામ જાપની પુસ્તિકા દરેક વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપેલ હતી.

આ તકે કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા તથા પ્રિન્સીપાલ ડૉ. રવીન્દ્ર ભટ્ટ તથા તમામ કોલેજ સ્ટાફએ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

- text

- text