મોરબીમાં ટ્રાફિકજામને ટાળવા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા શહેરીજનોને અનુરોધ

- text


મોરબી : મોરબી શહેરમાં હમણાથી ટ્રાફિકજામની પરિસ્થિતિ બેકાબુ બની છે. ત્યારે પોલીસ દ્વારા ટ્રાફિકજામની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે શહેરીજનો આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે તો શહેરમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ ખૂબ જ હળવી બને તેમ છે. આથી, ટ્રાફિક શાખાએ શહેરીજનોને શહેરના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સૂચના આપી છે.

મોરબી જિલ્લા ટ્રાફિક પીઆઇ જે. એમ. આલએ જણાવ્યું હતું કે મોરબી શહેરમાં ટ્રાફિકની સ્થિતિને પહોંચી વળવા કેટલાક માર્ગોને વૈકલ્પિક જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રવાપર રોડ થઇ 36 પાનથી એ ડિવિઝન પોલીસ ચોકી થઈ જેલ રોડથી મકરાણીવાસ થઈ રામઘાટથી દરબારગઢ અને ત્યાંથી મહેન્દ્ર ડ્રાઈવ રોડ થઈ સમાકાંઠે જઈ શકાશે.

- text

કેનાલ રોડથી સામાંકાંઠે જવા માટે કેનાલ રોડથી વર્ધમાન એપાર્ટમેન્ટથી આલાપ રોડ, ત્યાંથી વજેપર થઇ વિદ્યુત સ્મશાન થઈ જેલ રોડ ત્યાંથી મકરાણી વાસ થઈ દરબારગઢથી મહેન્દ્ર ડ્રાઈવ રોડથી સામાંકાંઠે જઈ શકાશે. આ ઉપરાંત, શનાળા રોડ થઈ સામાંકાંઠે જવા માટે જયદીપ ચોક થઈ અયોધ્યાપુરી રોડ, ત્યાંથી રેલવે સ્ટેશન રોડ થઇ સામાકાંઠે જઇ શકાય છે. તેમજ શનાળા રોડથી એ ડિવિઝન પોલીસ સ્ટેશને થઈ બારોબાર જઈ શકાશે. રવાપર રોડથી કેનાલ રોડથી રામકો બંગલોઝ થઈ લીલાપર રોડ નીકળી શકાય છે.

સામા કાંઠેથી હાઇવે ઉપરથી રાજકોટ તરફ બરોબર જવું હોય તો રવિરાજ ચોકડી બાયપાસ નીકળી શકશે. શહેરમાં ટ્રાફિકજામની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હોય લોકોએ આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની તેમણે સૂચના આપી છે. જેથી, ટ્રાફિકજામ પણ ઓછો થશે અને લોકોને પણ રાહત થશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text