મોરબીનો વધુ એક માથાભારે શખ્સ પાસા તળે જેલભેગો

- text


ચૂંટણીને પગલે ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા તત્વો ઉપર તવાઈ

મોરબી: ચૂંટણી નજીક આવતા જ શહેરમાં રહેતા માથાભારે શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલવાની કાર્યવાહીના ભાગરૂપે વધુ એક શખ્સને પાસાના કાનૂન હેઠળ જેલ હવાલે કરાયો છે.

- text

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ગુ.હા.બોર્ડમાં રહેતા 35 વર્ષીય વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરૂભા નરૂભા જાડેજાની સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મુકાઇ હતી. જેને જી.મેજીસ્ટ્રેટ દ્રારા મંજુર કરાતા મોરબી સીટી એ. ડીવી. પીઆઇ બી.પી.સોનારાએ વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરૂભા નરૂભા જાડેજાની અટકાયત કરીને તેને વડોદરાની જેલ હવાલે કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે આવનારી ચૂંટણીમાં ગેરવ્યવસ્થા ફેલાવવાના અંદેશા સાથે શંકાના દાયરામાં રહેલા અસામાજિક તત્વોને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં ધકેલવામાં આવી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં પાસાનું શસ્ત્ર વધુ ધારદાર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

- text