રવિ-સોમ બે દિવસ કોંગ્રેસ મોરબી જિલ્લામાં સ્થાનિક ચૂંટણી માટે ઉમેદવારોની સેન્સ લેશે

- text


મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં સેન્સ લેવાની પ્રક્રિયા માટે સમય-સ્થળ જાહેર કરાયા

મોરબી : મોરબી જિલ્લાના સર્વે કોંગ્રેસ આગેવાનોને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું છે કે, જે કાર્યકર્તાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માંગતા હોય તેઓએ રવિવાર-સોમવારે જાહેર કરેલા સ્થળે-સમયે ઉપસ્થિત રહેવું.

મોરબી જિલ્લાના કોંગ્રેસ પક્ષના પ્રભારી શ્રીચિરાગભાઈ કાલરીયા (ધારાસભ્ય) અને મોરબી જિલ્લાના નિરીક્ષક કર્ણદેવસિંહ જાડેજા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની સેન્સ લેવા મોરબી આવી રહ્યા છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ સંગઠનના, દરેક તાલુકાના કોંગ્રેસના સંગઠનના તેમજ માળીયા-મી., વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસ- સંગઠનના હોદ્દેદારો તેમજ ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં અને નગરપાલિકામાં વિજેતા ઉમેદવારો કે હારેલા ઉમેદવારો તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ જે બેઠકો પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાની હોય, દાવેદારી કરી હોય, તેવા ઉમેદવારોની સેન્સ લેવા માટે સ્થળ, સમયની જાહેરાત કરવામાં આવી છે. જે-તે દાવેદારો, ઉમેદવારોએ સમયસર ઉપસ્થિત રહેતા સમયે 2 પાસપોર્ટ સાઈઝના ફોટા, બાયોડેટા અને બુથ કમિટી બનાવીને લઈ આવવા જણાવાયું છે.

સેન્સ લેવા માટે તારીખ ૩૧-૧-૨૦૨૧ને રવિવારે ટંકારા ખાતે સવારે ૯-૦૦ કલાકે, ટંકારા તાલુકા કોંગ્રેસ કાર્યાલય, લતીપર ચોકડીએ, ટંકારા તાલુકાની જિલ્લા પંચાયતની ત્રણેય સીટો અને તેની નીચે આવતી તાલુકાની દરેક સીટોના દાવેદારોએ ઉપરોક્ત સ્થળ-સમયે સેન્સ આપવા જણાવાયું છે.

મોરબી ખાતે રવિવારે જ બપોરે ૧૨-૦૦ વાગ્યે પાટીદાર હોલ, ભક્તિનગર સર્કલ પાસે, સનાળા રોડ, ગોકુલનગરના ટાળા સામે, (ટીનાભાઈનો હોલ), તાલુકાની જિલ્લા પંચાયતની ૮ સીટો અને તેની નીચે આવતી તાલુકાની દરેક સીટોના ઉમેદવારોએ ઉપરોક્ત સ્થળે દાવેદારી નોંધાવવાની રહેશે.

- text

જ્યારે માળીયા મી.માં રવિવારે બપોરે 3:30 કલાકે માળીયા તાલુકાની જિલ્લા પંચાયતની બે સીટો અને તેની નીચે આવતી તાલુકાની સીટો માટે માળીયા શહેર માટે સાંજે 05:00 કલાકે માળીયા નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવારોએ દાવેદારી નોંધાવવાની રહેશે.

જ્યારે તારીખ 1 ફેબ્રુઆરીને સોમવારે વાંકાનેર ખાતે સવારે 9:00 કલાકે જુના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક પાસે વાંકાનેર તાલુકાની જિલ્લા પંચાયતની 6 સીટો તેમજ તેની નીચે આવતા તાલુકા પંચાયતની સીટોના ઉમેદવારોએ હાજર રહેવા જણાવાયું છે. વાંકાનેર શહેર માટે 11;00 કલાકે નગરપાલિકાના ઉમેદવારોની ઉપરોક્ત સ્થળે જ સેન્સ લેવામાં આવશે.

હળવદમાં બપોરે 2:00 કલાકે હળવદ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની 5 સીટ, તેમજ જિલ્લા પંચાયતની સીટ નીચે આવતી દરેક તાલુકા પંચાયત સીટના ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે. તેમ લલિતભાઈ કગથરા (ધારાસભ્ય) પ્રમુખ મોરબી જિલ્લા કૉંગ્રેસ સમિતિ તથા ડૉ.લખમણભાઇ કંઝારિયા, કાર્યકારી પ્રમુખ, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે.

- text