રાજપરમાં 40 આરોગ્યકર્મીઓને કોવીશીલ્ડનો પ્રથમ ડોઝ અપાયો

- text


મોરબી : રાજપર પ્રાથમિક શાળા ખાતે કોરોના વોરિયર્સ એટલે કે આરોગ્ય કર્મીઓને કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ જેવા કે ફિમેલ હેલ્થ વર્કર, સુપરવાઇઝર, મેલેરિયા સુપરવાઇઝર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, આશાવર્કર તથા આંગણવાડી વર્કરને કોરોનાની રસી આપવામાં આવી છે. આ 40 કર્મચારીઓને વેક્સીન મેડિકલ ઓફિસર જાગૃતિબેન ગા‌ભંવાની હાજરીમાં આપવામાં આવી હતી. અને વેક્સિનેટર ઓફિસર ગોસાઈ અક્ષયગીરી ગુલાબગીરી તથા ગોસાઈ વિજયગીરી હર્ષગીરીએ પ્રોગ્રામને સફળ બનાવેલ હતો.

- text

- text