મોરબીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સરપંચો પહેલા ઉદ્યોગકારો સાથે સાધ્યો સંવાદ

- text


મોરબી: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આજે ગુરુવારે મોરબી જિલ્લાના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. પાટીલે સરપંચો સાથે સંવાદ કરતા પેહલા મોરબીના ઉધોગકારો સાથે સંવાદ કર્યો હતો. જેમાં ઉધોગકારોને પડતી મુશ્કેલી નિવારવાની તેમજ મોરબીના ઝડપી વિકાસમાં અવરોધક પરિબળોને દૂર કરવાની ખાત્રી ઉચ્ચારી હતી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે ગુરુવારે મોરબી જિલ્લાની મુલાકાતે છે ત્યારે, સીરામીક અને કલોક એસોસીએશના હોદ્દેદારો સહિતના ઉધોગકારો સાથે સંવાદ કર્યો હતો. ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ, સીરામીક એસોસિએશનના તમામ પ્રમુખો, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પાટીલે સ્થાનીય ઉધોગકારોના પ્રશ્નો નિવારવાની ખાત્રી ઉચ્ચારી હતી.

આ તકે ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે, સીરામીક ઉધોગના પ્રશ્નોના નિવારણ હેતુની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમ કે પ્રોપન ગેસ, એન. જી. ટી.નો ચુકાદા સહિતના પ્રશ્નો માટે હાલ કાર્યવાહી શરૂ કરાઇ હોવાનું ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું. મોરબીના ભાવિ વિકાસ માટે મળનારી જી.આઈ.ડી.સી.નો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું હતું કે, આવનારા સમયમાં મોરબી રમકડાંનું હબ બનવા જઈ રહ્યું છે. મોરબી-જેતપર રોડ અને મોરબી હળવદ રોડને ફોરલેન કરવાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ હોવાની માહિતી મંત્રીએ ઉપસ્થિત ઉધોગકારોને આપી હતી.

- text

- text