મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે ભાજપમાં 123 દાવેદાર

- text


 

મોરબી : મોરબી જિલ્લા પંચાયત માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં 24 બેઠકો માટે 123 દાવેદારો મળ્યા છે. હવે કોનું નામ ફાઇનલ થાય છે તે તરફ સૌની મિટ છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે. જે સંદર્ભે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયાનો ધમધમાટ ચલાવ્યો હતો. જેમાં મોરબી જિલ્લા પંચાયતની 24 સીટો માટે 123 લોકોએ દાવેદારી નોંધાવી છે. મોરબી તાલુકામાં આવતી 8 સીટો ઉપર 28 દાવેદાર, વાંકાનેર તાલુકામાં આવતી 6 સીટોમાં 31 દાવેદાર, માળિયા તાલુકામાં આવતી 2 સીટો માટે 13 દાવેદાર, ટંકારા તાલુકામાં આવતી 3 સીટો માટે 14 દાવેદાર અને હળવદ તાલુકામાં આવતી 5 સીટો માટે 37 દાવેદાર નોંધાયા છે.

- text

સૌથી વધુ રવાપર બેઠક ઉપર 9, જેતપર બેઠક ઉપર 8 અને સૌથી ઓછા બગથળા- શક્ત શનાળા બેઠક ઉપર એક-એક દાવેદાર નોંધાયા છે.

- text