લીલાપર ચોકડી નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબીમાં લીલાપર ચોકડી નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો છે. આ કેસમાં બે શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

ગઈકાલે તા. 21ના રોજ મોરબી તાલુકામાં લીલાપર ચોકડી પાસેથી હુશેન અબ્દુલભાઇ સાહમદારને ગેરકાયદે વિદેશી દારૂની 1 બોટલ (કિ.રૂ. 520) સાથે પકડી પાડવામાં આવ્યો છે. આરોપી હુશેન પાસેએ વેચાણ કરવાના ઇરાદે કૈલાશ હીરાભાઇ મકવાણા પાસેથી લીધી હતી. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- text

- text