MCX વિક્લી માર્કેટ રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.૧,૬૮૩ અને ચાંદીમાં રૂ.૩,૨૭૯નો સાપ્તાહિક ધોરણે કડાકો

- text


 

ક્રૂડ તેલમાં વૃદ્ધિ: બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ: કોટનમાં ઉછાળો: કપાસ, સીપીઓ, રબરમાં નરમાઈનો માહોલ: બુલડેક્સ ફ્યુચર્સમાં સપ્તાહ દરમિયાન ૮૬૦ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૬૫૫ પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૮થી ૧૪ જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં વ્યાપક ઘટાડો થયો હતો. સોનું ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૬૮૩ અને ચાંદીમાં કિલોદીઠ રૂ.૩,૨૭૯ તૂટ્યા હતા, જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના વાયદાના ભાવમાં ઉછાળો હતો, જ્યારે કપાસ, સીપીઓ અને રબરમાં નરમાઈનો માહોલ હતો.

દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો જાન્યુઆરી વાયદો ૧૫,૯૩૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૯૨૦ અને નીચામાં ૧૫,૦૬૦ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૮૬૦ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૫૮૬ પોઈન્ટ ઘટી ૧૫,૩૬૭ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૪,૦૭૨ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ૬૫૫ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૨૫૧ પોઈન્ટ ઘટીને ૧૩,૮૫૨ના સ્તરે બંધ થયો હતો.
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૭૫૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૦,૭૯૯ અને નીચામાં રૂ.૪૮,૬૩૫ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૧,૬૮૩ના કડાકા સાથે રૂ.૪૯,૨૨૧ના સ્તરે બંધ થયો હતો.

ગોલ્ડ-ગિનીનો જાન્યુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૦,૭૪૧ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૨૧૩ના ભાવઘટાડા સાથે રૂ.૩૯,૬૦૫ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો જાન્યુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૦૭૪ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૬૪ ઘટી બંધમાં રૂ.૪,૯૧૩ના ભાવ થયા હતા.

- text

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૯,૬૯૪ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૯,૮૨૫ અને નીચામાં રૂ.૬૩,૬૦૩ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૩,૨૭૯ના કડાકા સાથે રૂ.૬૬,૬૮૩ના સ્તરે બંધ થયો હતો.

ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૯,૭૯૫ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩,૨૪૦ના ભાવઘટાડા સાથે રૂ.૬૬,૬૬૫ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૯,૮૩૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩,૨૩૨ના ઘટાડા સાથે બંધમાં રૂ.૬૬,૬૬૬ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૭૪૯ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૯૭૬ અને નીચામાં રૂ.૩,૭૩૮ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૧૬૧ના ઉછાળા સાથે બંધમાં રૂ.૩,૮૯૯ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૯૮.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩.૫૦ ઘટી રૂ.૧૯૭.૬૦ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૨૧૪.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩ ઘટી રૂ.૧,૨૧૧ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૧,૧૧૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૧,૪૫૦ અને નીચામાં રૂ.૨૦,૮૩૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૧૭૦ના ઉછાળા સાથે રૂ.૨૧,૨૬૦ના સ્તરે બંધ થયો હતો.

મેન્થા તેલનો જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૯૩.૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૧,૦૦૨ અને નીચામાં રૂ.૯૮૬.૧૦ના સ્તરને સ્પર્શી સપ્તાહના અંતે રૂ.૧.૬૦ વધી રૂ.૯૯૪.૮૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો જાન્યુઆરી વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૯૮૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૦.૩૦ ઘટી રૂ.૯૫૭.૧૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે રબરનો જાન્યુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૫,૬૫૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૫,૬૮૯ અને નીચામાં રૂ.૧૫,૧૧૦ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૧૬૫ના ભાવઘટાડા સાથે રૂ.૧૫,૩૧૩ના ભાવે બંધ થયો હતો.

- text