હળવદ : ખનીજ ચોરીની રેઈડ વખતે ખનીજ માફિયાઓ રેતી ખાલી કરી ડમ્પર લઈને ફરાર

- text


ખાણ-ખનીજ વિભાગે ચોરી કરેલી રેતીથી ભરેલું ડમ્પર પકડાયા બાદ ખનીજ માફિયાઓ ડમ્પર ખાલી કરીને ભાગી ગયા

હળવદ : હળવદમાં ખાણ-ખનીજ વિભાગે ચોરી કરેલી રેતીથી ભરેલું ડમ્પર પકડ્યું હતું. આ સમયે ખનીજ માફિયાઓ કારમાં આવીને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ગેરવર્તન કરી ફરજમાં રૂકાવટ કરીને રેતી ભરેલું ડમ્પર ખાલી કરીને આ ડમ્પર લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે રોયલ્ટી ઇન્સ્પેકટરે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ભુસ્તરશાસ્ત્રીની કચેરીમા રોયલ્ટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અંકુરભાઇ જગદીશભાઇ ભાદરકા (ઉ.વ.૨૪) એ આરોપી ડમ્પર નં. નં.જીજે.36.ટી.8118 ના ચાલક તથા સ્વિફ્ટ કાર નં.જીજે.13.એનએન.6981 મા આવેલ અજાણ્યા ઇસમ તથા તપાસમા ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૭ ના રોજ હળવદના ટીકર ગામે ખનીજ ચોરી મામલે ખાણ ખનીજ વિભાગની ટુકડી ત્રાટકી હતી.

- text

તે સમયે આરોપી ડમ્પરચાલક પોતાના ડમ્પર નં.જીજે.36.ટી.8118 મા ગેર.કા. રોયલ્ટી કે પાસ પરમીટ વગર સાદી રેતી આશરે ૫૦ ટન કિ.રૂ.કુલ રૂ.3,56,920 ની ચોરી કરી લઇ જતા હોય ત્યારે ખાણ ખનીજ વિભાગે તે ડમ્પર પકડ્યું હતું. પરંતુ તે દરમ્યાન આરોપી સ્વિફ્ટ કાર નં. જીજે.13.એનએન.6981 મા આવેલ અજાણ્યા ઇસમ સહિત બંને આરોપીઓએ ફરિયાદી રાજય સરકારની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી અભદ્ર વતૅન કરી બળજબરી કરી ડમ્પરમા ભરેલ સાદી રેતી ડમ્પરમાથી ખાલી કરી લઇને ફરાર થઈ ગયાં હતાં. આ બનાવની ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુજરાત મિનરલ્‍સ (પ્રિવેન્‍શન ઓફ ઇલ્‍લીગલ માઇનીંગ, ટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ) રૂલ્‍સ-2017 ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી.એકટ-૧૯૫૭ ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text