મોરબી જિલ્લામાંથી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા રેંકડીધારકો, રિક્ષા તથા કારચાલકો દંડાયા

- text


મોરબી: જિલ્લામાં પોલીસે કડક કાર્યવાહી કરીને કટલરી, ફ્રૂટ, પાણીપુરીના રેંકડી ધારકો સહિત સીએનજી રીક્ષા તથા પેસેન્જર કાર ચાલકો સામે વિવિધ કલમો હેઠળ અલગ અલગ ગુન્હાઓ દાખલ કરી રેંકડીઓ રિક્ષાઓ તેમજ કારો ડિટેઇન કરી હતી.

મોરબી સીટી. એ. ડિવિઝન જુના બસ સ્ટેન્ડ રોડ કટલેરીની 2 લારી, ગ્રીનચોક પાસેથી પાણીપુરીની 1 રેંકડી પર સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવા બદલ કેસ કરી લારીઓ કબ્જે કરી હતી. જ્યારે બી.ડિવિઝન પોલીસે કુબેર સિનેમા પાસેથી પુરપાટ ઝડપે નીકળેલી 1 રીક્ષાના ચાલક સામે, માળીયા ફાટક પાસેથી 6 પેસેન્જર બેસાડીને નીકળતા 1 રીક્ષાચાલક સામે, મોરબી તાલુકા પોલીસે લાલપર ગામે સંતકૃપા હોટલ પાસેથી 1 સીએનજી રીક્ષા ગફલતભરી રીતે ચલાવતા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ઉક્ત વાહનો ડિટેઇન કર્યા હતા.

- text

વાંકાનેર સીટી પોલીસે જિનપરા, જકાતનાકા રોડ પરથી 3 સીએનજી રીક્ષા રોંગ સાઈડમાં પાર્ક કરવા બદલ, 1 રિક્ષામાં વધુ પેસેન્જર બેસાડવા બદલ ચાલક સામે તથા વાંકાનેર તાલુકા પોલીસે ગારીડા ગામના પુલ પાસેથી પુરપાટ ઝડપે નીકળેલી 2 ઇકો કારના ચાલક સામે ગુન્હો નોંધી ઉપરોક્ત વાહનો ડિટેઇન કર્યા હતા.

હળવદ પોલીસે સરાનાકા પાસેથી 1 ફ્રૂટની લારી, સંગીતા પાન પાસેથી 1 ફ્રૂટની લારી ટ્રાફિકને અડચણરૂપ થાય એ બદલ ઉભી રાખવા બદલ કબ્જે કરાઈ હતી..ટંકારા પોલીસ સ્ટે.ની હદમાં આવતા નગરનાકા પાસેથી ઇકો કારના ચાલક સામે વધુ પેસેન્જર બેસાડવા બદલ ગુન્હો નોંધી તથા માળીયા મી. પોલીસ સ્ટે.ની હદમાં આવતા ભીમસર ચોકડી પાસેથી 1 સીએનજી રિક્ષામાં વધુ પેસેન્જર બેસાડવા બદલ ચાલક સામે ગુન્હો નોંધી ઉપરોક્ત તમામ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

- text