મોરબી : નટરાજ ફાટક પાસે ભારે ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન

- text


એલઇ કોલેજના રસ્તામાં ખોદકામને કારણે ટ્રાફિકજામની સ્થિતિ વિકટ બની

મોરબી : મોરબી શહેર અને સામાકાઠાને જોડતી મુખ્ય કડી નટરાજ ફાટક ઉપર આજે માલવાહક ટ્રેન નીકળતી વખતે ટ્રાફિકજામ સર્જાયો હતો.જો કે નટરાજ ફાટક પાસેના એલઇ કોલેજના રસ્તામાં ખોદકામને કારણે વાહનો નીકળી ન શકતા ટ્રાફિકજામની સ્થિતિ વિકટ બની હતી. થોડા સમય સુધી ટ્રાફિકજામ રહ્યા બાદ ફરી ટ્રાફિક પૂર્વવર્ત થયો હતો.

મોરબીના નટરાજ ફાટક પાસે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેમાં માલવાહક ટ્રેન નીકળતા નટરાજ ફાટક બંધ થવાથી થોડીવાર માટે ટ્રાફિકની અંધાધૂંધી થઈ હતી. નટરાજ ફાટક ઉપર નીચેના બેઠા પુલ ઉપર અને ઉપરના પુલ ઉપર પણ વાહનોની કતારો લાગી હતી અને વાહન વ્યવહાર થોડીવાર માયે ખોરવાઈ જતા સવારે કામ સબબ નીકળેલા લોકો ટ્રાફિકમાં ફસાતા ભારે હાલાકી ભોગવવી પડી હતી.

નટરાજ ફાટક પાસેના અવરજવરના એલઈ કોલેજ રોડને ખોદી નાખવામાં આવ્યો છે. આ રોડ ખોદીને રાખી દેવાતા અહીંથી વાહનો નીકળી શક્યા ન હતા. મોટાભાગના ફોર વહીલર વાહનો ડાયવર્ટ ન થતા આ ટ્રાફિકજમની સ્થિતિ થોડીવાર માટે વિકટ બની હતી. જો કે હાલ તો નટરાજ ફાટક ઉપર માલવાહક ટ્રેન જ નીકળે છે. એટલે ઓછી ટ્રેનો નીકળતી હોય ત્યારે ટ્રાફિકની આવી સ્થિતિ થતી હોય ત્યારે બીજી ટ્રેનો શરૂ થશે ત્યારે ટ્રાફિકના કેવા હાલ થશે? તેથી, લોકોએ નટરાજ ફાટક પર મજૂર કરાયેલા ઓવરબ્રિજનું કામ ઝડપથી શરૂ કરવાની માંગ ઉઠાવી છે.

- text

- text