મોરબી : યુવકને ધમકી આપી અપમાનિત કરવાની ઘટનામાં કડક પગલાંની માંગ

- text


જિલ્લા પોલીસ વડા અને કલેકટરને આવેદનપત્ર આપી કાર્યવાહી માટે રજૂઆત

મોરબી : મોરબીના રફાળેશ્વરના એક યુવકને રૂપિયાની લેતી દેતી મુદે કારખાનેદાર સાથે બોલાચાલી થયા બાદ આરોપીએ યુવકને જ્ઞાતિ પ્રત્યે આપમાનિત કરી જાન થી મારી નાંખવની ધમકી આપી હતી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં કલેકટર અને એસપીને રજુઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.

મોરબીના રફાળેશ્વર ગામમાં રહેતા અને જી.આર.ડી તરીકે ફરજ બજવતા નરેશ ભરતભાઇ ગોહેલ અને પિંટુ પરમાર નામના મિત્રો બાઈક પર જાંબુડિયાથી તેના ઘરે જતા હતા તે દરમિયાન સોબર સીરામીકના જીલુભાઈ ચનીયારા નામના વ્યક્તિ સાથે રૂપિયાની લેતી દેતી મુદે બોલાચાલી થઈ હતી. જે બાદ જીલુભાઈએ યુવાનને રૂપિયા નહીં મળે જેને લાવવા હોય તેને લાવ અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે યુવાને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જોકે ફરિયાદ બાદ પણ પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ સાથે ફરિયાદી યુવાન અને તેના સહયોગીઓ જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરે તેવી માગણી કરી હતી.

- text

- text