દેશી-વિદેશી દારૂના ગુનામાં 4 મહિનાથી નાસતા ફરતો આરોપી ઝડપાયો

- text


હળવદ: મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે દેશી- વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી વિદેશી દારૂના ગુનામાં છેલ્લા ચારેક મહિનાથી વોન્ટેડ એવા હરદેવસિંહ ચનુભા પરમાર ઉંમર વર્ષ 22 રહે. જુના દેવળીયા, દરબાર શેરી, તાલુકો હળવદ વાળાને જુના દેવડીયા નજીક આવેલી સરોવર હોટલ પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)ની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરોક્ત કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. આલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન. બી.ડાભી (લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી) તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ કલોતરા, પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા સહિતનો સ્ટાફ રોકાયો હતો.

- text

 

- text