મોરબી પેપરમીલ એસોસિએશનની ચિંતન શિબિર : FIAના પ્રમુખ પ્રકાશ વરમોરા આપશે અગત્યનું માર્ગદર્શન

- text


‘વેપારમાં ગળાકાપ હરીફાઈ વચ્ચે ઉદ્યોગકાર કેવી પરિસ્થિતિનો સામનો કરી શકે’ અને ‘પેપરમિલ ઇન્ડસ્ટ્રિનો વિકાસ કેવી રીતે વધે’ વિષય પર સ્પીકર FIAના પ્રમુખ પ્રકાશ વરમોરા (વરમોરા ગૃપ) વક્તવ્ય આપશે

મોરબી : મોરબી પેપરમીલ એસોસિએશન દ્વારા આગામી તા. ૦૯-૦૧-૨૦૨૧ના દિવસે ‘ચિંતન બેઠક’નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ‘વેપારમાં ગળાકાપ હરીફાઈ વચ્ચે ઉદ્યોગકાર કેવી પરિસ્થિતિનો સામનો કરી શકે’ અને ‘પેપરમિલ ઇન્ડસ્ટ્રિનો વિકાસ કેવી રીતે વધે’ વિષય પરનું ચિંતન કરવા સ્પીકર FIAના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરા (વરમોરા ગૃપ) વક્તવ્ય આપશે. આ બેઠકનો સમય સવારે 11થી 12 વાગ્યાનો છે. તેમજ મોરબીમાં કંડલા રોડ પર ફર્ન રેસી. ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ સેમિનાર બાદ એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ GPCB, નવી ઉદ્યોગનિતી તેમજ એસોસીએશનના જરુરી મુદા પર ચર્ચા-વિચારણા કરાશે. આ મિટીંગમાં દરેક પેપરમિલ, ક્રાફટ & ડુપ્લેક્સ & અન્ય કંપનીના ડિરેક્ટર અને માર્કેટિંગ પર્સનએ હાજરી આપવા અનુરોધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, વડોદરા શહેરના દરેક પેપરમિલ અગ્રણીને આમંત્રણ આપવામા આવેલ છે.

- text