હળવદ : પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયાની પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ પદે નિયુક્તિ

- text


હળવદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મોઢા મીઠા કરાવ્યા

હળવદ : ગઈકાલે પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશ સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ પદે જયંતીભાઈ કવાડિયાની પસંદગી થતા હળવદ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓએ સરા ચોકડી ખાતે એકઠા થઇ ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરી કવાડિયાની નિમણૂકને વધાવી લીધી હતી.

ગઈકાલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા પ્રદેશ સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં હળવદ-ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પુર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયાની પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ પદે નિમણૂક થતા હળવદ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી છવાઇ છે. કાર્યકર્તાઓએ હળવદમાં સરા ચોકડી ખાતે એકઠા થઇ ફટાકડા ફોડી જયંતીભાઈ કવાડીયાને પ્રદેશ ભાજપના સંગઠનમાં પસંદગી થતાં અભિનંદન પાઠવ્યા હતા.

આ ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી, શહેર પ્રમુખ અજયભાઈ રાવલ, પાલિકાના કારોબારી ચેરમેન અશ્વિનભાઈ કણજરીયા, રમેશભાઈ ભગત, સંદીપભાઈ પટેલ, હિતેશભાઈ લોરીયા, નવીનભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, અશોકભાઈ પ્રજાપતિ, રવિભાઈ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા.

- text

- text