મોરબી જિલ્લામાં કોરોના વેક્સિન ડ્રાય રનનો બીજો તબકકો

- text


મોરબી : અગાઉ તા. 5ના રોજ મોરબી જિલ્લામાં કુલ 5 જગ્યાએ કોરોના વેકસીન ડ્રાય રનના પ્રથમ તબકકાનું જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ મૌરબી દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ હતું.

મોરબી જિલ્લાના 5 તાલુકામાં ગત તા.6ના રોજ કોરોના વેકસીનની ડ્રાય રન યોજાયા બાદ રાજય સરકારે બીજા તબક્કાની ડ્રાય રન યોજવા સૂચના આપી હતી. જેને પગલે મોરબી જિલ્લામાં તા. 8ને શુક્રવારના રોજ કોરોના વેકસીનના ડ્રાય ૨નના બીજા તબકકાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બીજા તબકકામાં મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ત્રણ-ત્રણ જગ્યાઓ ઉપર એમ કુલ મળી મોરબી જિલ્લામાં ૧૫ સ્થળોએ ડ્રાય રન યોજવા માટેનું આયોજન કરેલ છે.

- text

જેમાં મોરબી તાલુકામો સા.આ.કે. જેતપ૨(મ.), આયુષ હોસ્પી. મોરબી, તાલુકા શાળા રવાપર, વાકાનેર તાલુકામાં કોઠી પ્રા. આ. કે., લુણસર સા.આ. કે. અને રામકૃષ્ણનગર કુમાર શાળા, ટંકારા તાલુકામાં સા.આ.કે. ટંકારા, સાવડી પ્રા.આ.કે., હમીરપર પ્રા.શાળા, માળીયા તાલુકામાં સા.આ. કે. માળીયા, સરવડ પ્રા.આ.કે, અને ભાવપર પ્રા.શાળા, હળવદ તાલુકામાં ઐસ,ડી.એચ. હળવદ, સાપકડા પ્રા.આ.કે., જુના દેવળીયા કુમાર શાળા સ્થળ ઉપર ડ્રાય રન યોજવામાં આવશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરાએ જણાવ્યું હતું.

- text