હળવદમાં વધતા ગૌવંશ પરના હુમલાને લઇ મામલતદારને આવેદનપત્ર અપાયું

- text


હળવદ : હળવદ પંથકમાં ઘણા સમયથી દિવસે ને દિવસે ગૌવંશ પર થતા હુમલાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગૌવંશ પર હુમલા કરનારા શખ્સો પર જવાબદાર અધિકારીઓ દ્વારા કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ સાથે ‘એકતા એ જ લક્ષ’ સંગઠનના કાર્યકર્તાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી.

હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ગૌવંશ પર વધતા જતા હુમલાને લઇ ગૌપ્રેમીઓનું લોહી ઉકળી ઉઠ્યું છે. ગૌવંશ પર થતા હુમલા અટકાવવા માટે થઈને અગાઉ પણ જવાબદાર તંત્રને લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

ત્યારે ગઈકાલે હળવદ મામલતદાર કચેરી ખાતે ‘એકતા એ જ લક્ષ’ સંગઠનના કાર્યકર્તાઓએ ગૌવંશ પર થતા હુમલાને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે ગૌવંશ પર થતા વારંવાર હુમલાઓની રજૂઆતો કરવા છતાં પણ ગૌરક્ષા માટે કોઈપણ જાતના કાનૂની પગલાં લેવામાં આવતા નથી અને ખાતાકીય કાર્યવાહી પણ થતી નથી. ગૌરક્ષા માટે કડક કાયદો બનાવવામાં આવ્યો છે, તો શું એ કાયદો ખાલી કાયદાની ચોપડીમાં વાંચવા માટે જ છે કે શું? અને જો એવું ન હોય તો આવી હદયદ્રાવક ઘટનાઓ બને છે, તો કાર્યવાહી કેમ નથી થતી. ગૌમાતા ઉપર થતાં હુમલાઓ રોકવામાં આવે એને અપરાધીઓને કડકમાં કડક સજા કરવામાં આવે સાથે વધુમાં એમ પણ જણાવ્યું છે કે આવનાર દિવસોમાં પણ જો આવી ઘટનાઓ અટકાવવામાં નહીં આવે તો ‘એકતા એ જ લક્ષ’ સંગઠન હડતાલ પાડશે તેમ પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

- text

- text