હળવદના અંતરિયાળ વાડી વિસ્તારમાં મહિલાની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવતી 108ની ટીમ

- text


હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામે એક મહિલાને પ્રસૂતિનો દુ:ખાવો ઉપાડતા ગઈકાલે સાંજે ૪:૩૦ વાગ્યે ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાને કોલ કર્યો હતો. જે કોલ હળવદની ૧૦૮ની ટીમને મળતા સાથે જ ત્યાંનાં ઈએમટી રમેશભાઈ અને પાઇલોટ કનુભાઈ ગઢવી તરત જ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા હતા. ત્યાં વાડી વિસ્તારમાં ઘટનાસ્થળે રહેલ પ્રસૂતા કોમલબેનને અતિશય દુ:ખાવો થતાં ત્યાં જ પ્રસુતિ કરાવી હતી. ત્યાર પછી તેમને નજીકનાં હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ માતા અને બાળકની તબિયત સારી છે. આ પ્રસૂતિ હળવદ તાલુકાના ગોલાસણ ગામના સરપંચની વાડીમાં થઇ હતી. ગામના સરપંચ અને મહિલાના પરિવારજનોએ ૧૦૮ની ત્વરિત કામગીરીને બિરદાવી હતી.

- text

- text