જુના દેવળીયા અને ટીકર ગામે વર્લી ફીચરનો જુગાર રમતા બે પકડાયા

- text


હળવદ : ગઈકાલે તા. 22ના રોજ હળવદ તાલુકાના જુના દેવળીયા અને ટીકર ગામે વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સો પકડાયા છે. આ બંને શખ્સો સામે હળવદ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જુના દેવળીયા ગામે પ્રાથમિક શાળા પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા વિપુલ ઉર્ફે ભૂરો દિનેશભાઇ મકવાણાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપી વિપુલ પાસેથી રોકડ રૂ. 460 જપ્ત કર્યા છે. તેમજ પોલીસ દ્વારા આરોપી વિપુલની અટકાયત કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત, ટીકર ગામે કોળીવાસના નાકા પાસેથી રણજિત દીપુભાઈ ચૌહાણને આંક ફરકનો વર્લી ફીચરનો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી રણજિત પાસેથી રોકડ રૂ. 170 કબ્જે કરવામાં આવ્યા છે અને આરોપીની અટક કરવામાં આવી છે.

- text