નવાગામ નજીક દેશી દારૂ ગાળવાનો આથો ભરેલ બેરલ ઝડપાયા

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવાગામ નજીક દેશી દારૂ ગાળવાનો આથો ભરેલ બેરલ ઝડપાયા છે. આ કેસમાં એક શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

- text

ગઈકાલે તા. 22ના રોજ નવાગામથી મેઘપર જવાના રસ્તે આવેલ તલાવડીના વોકળા કાંઠે બાવળની ઝુડમા આરોપીએ ગે.કા.રીતે રાખેલ દેશી દારૂ ગાળવાનો આથો 200 લીટરની ક્ષમતાવાળા લોખંડ્ના બેરલ નંગ 6માં કુલ લીટર 1200 (કિ.રૂ. 2000)નો મુદામાલ કબ્જે કર્યો છે. રેઇડ દરમિયાન આરોપી રફીક રાયબભાઇ જેડા હાજર નહિ હોવાથી હાલમાં પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text