મોરબી : મોંઘવારી સામે ખાલી તેલના ડબ્બા સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, તમામની અટકાયત

- text


નહેરુ ગેટ ચોક ખાતે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા : વિરોધ પ્રદર્શન ઉગ્ર બને તે પૂર્વે જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી

મોરબી : મોરબીના નહેરુ ગેટ ચોક ખાતે આજે શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ વધતી જતી મોંઘવારી મુદ્દે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ખાલી તેલના ડબ્બા સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા. જો કે આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બને તે પૂર્વે જ પોલીસે તમામ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિએ થોડા દિવસો અગાઉ કલેકટરને રજુઆત કરીને આજે તા. 23ના રોજ મોંઘવારી સામે નહેરુ ગેટ ચોકમાં વિરોધ પ્રદર્શન કરવા અને જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે મોંઘવારીના પૂતળાનું દહન કરવાનું એલાન આપ્યું હતું. જેના પગલે આજે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો નહેરુ ગેટ ચોકમાં એકઠા થયા હતા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામજીભાઈ રબારી, કે. પી. ભાગીયા, જિલ્લા કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ એલ. એમ. કંઝારીયા, રમેશ રબારી, નાથાભાઈ ડાભી તથા મહિલા અગ્રણીઓ સાહિતનાએ વધી રહેલી મોંઘવારી સામે સામાન્ય લોકોનું જીવન દુષ્કર થઈ ગયું હોવાનું જણાવીને ખાલી તેલના ડબ્બા ખખડાવી ઉગ્ર દેખાવો કર્યા હતા. જો કે આ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બને તે પહેલાં જ પોલીસે વિરોધ પ્રદર્શન કરતા તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

- text

- text