હવે મોરબી જિલ્લામાંથી રેલવે મારફત કન્ટેઇનર દેશભરમાં ગમે ત્યાં મોકલી શકાશે : આર્યા ઓશિયન લોજીસ્ટિક પાર્ક પ્રા.લી.નો શુભારંભ

- text


કન્ટેઇનરની જેમ લુઝ કોમોડિટી પણ મોકલી શકાશે : રોજની 4 રેકની કેપેસિટી, મુંદ્રા સુધી પણ કન્ટેઇનર મોકલવાની સર્વિસ

સિરામિક અને સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝને હવે પરિવહન કોસ્ટમાં મોટી બચત થશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ): હવે મોરબીની કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝને બાય રોડ કન્ટેઇનર મોકલવા પડશે નહિ. કારણકે માળિયામાં આર્યા ઓશિયન લોજીસ્ટિક પાર્ક પ્રા.લી.( P.F.T.)નો પ્રારંભ થયો છે. જ્યાંથી દેશભરમાં ગમે ત્યાં રેલવે મારફત કન્ટેઇનર કે લુઝ કોમોડિટી મોકલી શકાશે. ઉપરાંત નિકાસ કરવા માટે મુંદ્રા સુધી પણ રેલવે મારફત કન્ટેઇનર મોકલી આપવામાં આવશે. આમ ખાસ કરીને સિરામિક અને સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝને હવે પરિવહન કોસ્ટમાં મોટી બચત થવાની છે.

મોરબીના ઉદ્યોગોને અત્યાર સુધી પરિવહનનો પ્રશ્ન ઉદ્દભવિત થતો હતો. જે હવે દૂર થઈ ગયો છે. કારણકે માળિયામાં વિશાળકાય આર્યા ઓશિયન લોજીસ્ટીકસ પાર્ક પ્રાઈવેટ લીમીટેડ ( P.F.T.) ડેવલપ થયો છે. જ્યાંથી ફૂલ ફેશિલીટીથી રેલવે મારફત કોઈ પણ રાજ્યમાં કન્ટેઇનર મોકલી આપવામાં આવે છે. અહીં રોજની 4 રેક હેન્ડલ કરવાની કેપેસિટી છે. એટલે અહીંથી દૈનિક 360 કન્ટેઇનર મોકલી શકાય છે. તદ્દઉપરાંત આર્યા ઓશિયન લોજીસ્ટીકસ પાર્ક પ્રાઈવેટ લિમિટેડે અદાણી પોર્ટ લિમિટેડ અને મશર્ક લાઇન સાથે પણ કરાર કરેલ હોય, મુંદ્રા પોર્ટ સુધી પણ રેલવે મારફત કન્ટેઇનર મોકલી આપવામાં આવશે.

આર્યા ઓશિયન લોજીસ્ટીકસ પાર્ક પ્રાઈવેટ લિમિટેડ (PFT)દ્વારા તા.21ના રોજ મોટી માત્રામાં પંજાબ આલ્કલી કેમિકલ લિમિટેડ માટે ઈન્ડસ્ટ્રીયલ સોલ્ટનું લોડીંગ કરી પોતાની સેવાનો પ્રારંભ કર્યો હતો. ડીઆરએમ દિપકકુમાર ઝાએ વર્ચ્યુઅલી આ ટ્રેનને લીલીઝંડી આપી સર્વિસનો શુભારંભ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આર્યા ઓશિયન લોજીસ્ટીકસ પાર્ક પ્રાઈવેટ લિમિટેડ (PFT) માત્ર મોરબી જિલ્લાના ઉદ્યોગો માટે જ નહીં આસપાસના જિલ્લાના ઉદ્યોગો માટે પણ હવે ખૂબ ઉપયોગી સાબિત થશે. તેમાં પણ મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગ અને સોલ્ટ ઉદ્યોગના દેશ અને વિદેશના વ્યાપારને ખૂબ વેગ મળશે.

- text

- text