સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં બી.એડ. સેમ-2ના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજનો દબદબો

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની બી.એડ. સેમ-2ના પરિણામમાં વિરપરની નવયુગ કોલેજનો દબદબો રહ્યો છે. જેમાં કોલેજમાં પ્રથમ સ્થાન પરમાર લત્તા, બીજું સ્થાન અઘારા કરુણા, ગાંધી પ્રિયંકા તથા બોડા દર્શના તેમજ ત્રીજું સ્થાન શિરવી ખ્યાતિએ મેળવ્યું છે. નવયુગ કોલેજની 27 વિદ્યાર્થીનીઓએ 90% તથા 28 વિદ્યાર્થીનીઓએ 95.20% પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યું છે. જે બદલ કોલેજ પરિવારે વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text