મોરબીમાં ODPS 2.0 ઓનલાઇન સિસ્ટમ હેઠળ મળેલી બાંધકામની પ્રથમ અરજી માત્ર 31 કલાકમાં જ મંજુર

- text


મોરબી : મોરબી નગરપાલિકામાં બાંધકામની અરજી મેળવવાની પ્રક્રિયા હવે ઘણી સરળ થઈ ગઈ છે. સરકારના આદેશથી હવે ODPS 2.0 ઓનલાઇન સિસ્ટમ અમલમાં આવી છે. જે મુજબ પાલિકાએ પ્રથમ અરજી માત્ર 31 કલાકમાં જ મંજુર કરાવી આપી આ નવી સિસ્ટમના શ્રીગણેશ કર્યા હતા.

સરકારના આદેશથી મોરબી નગરપાલિકામાં ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ 2.0 અમલમાં આવી છે. અગાઉ ઓફલાઈન અરજીમાં ઘણો વિલંબ થતો હોય અરજદારોની સરળતા માટે સરકાર દ્વારા ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં માત્ર 14 જ દિવસમાં અરજીનો નિવેડો કરવાનો હોય છે. પ્રથમ એન્જીનીયર નકશો મૂકે બાદમાં અરજદારે www.enagar.gov.in ઉપર અરજી કરવાની રહે છે.

આ નવી સિસ્ટમ હેઠળ મોરબી પાલિકાને પ્રથમ અરજી મળી હતી. જેને ચિફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા માત્ર 31 કલાકમાં જ મંજૂરી આપવામાં આવી હતી. આ અંગે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું કે હવે બાંધકામની મંજૂરી લેવાની પ્રક્રિયા અરજદારો માટે સરળ થઈ ગઈ છે. કોઈએ ગેરકાયદે બાંધકામ ન કરવું. ઓનલાઇન અરજી કરી સરકારના નિયમ મુજબ પરમિશન મેળવ્યા બાદ જ બાંધકામ કરવું. અંતમાં તેઓએ જણાવ્યું કે કોઈ પણ મિલકત ખરીદતા પૂર્વે ચકાશી લેવું કે તેની બાંધકામની મંજુરી મેળવેલી છે કે નહીં.

- text

- text