સુરતથી સગીરાને ભગાડીને મોરબી આવેલ યુવક મોરબી પોલીસના હાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડીવીઝન સર્વેલન્સ પોલીસ ટીમ દ્વારા સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમા હતા. આ દરમ્યાન મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી એક પુરૂષ તેમજ યુવતી મળી આવતા તેને વિશ્વાસમાં લઇ પુછપરછ કરી હતી. જેમાં પોલીસે તેઓ બંને સુરત ખાતેથી ભાગેલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સુરત ખાતે તપાસ કરાવતા આરોપી બાલાભાઇ ભુપતભાઇ સોલંકી (રહે. સુરત મોટા વરાછા)એ ભોગ બનનારને સુરત ખાતેથી અપહરણ કરી લઇ આવેલ હોય. તેમ જાણવા મળ્યું હતી. જેથી, પોલીસ દ્વારા આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text

- text