વાંકાનેરમાં સીરામીક કારખાનામાં બેલ્ટમાં માથું આવી જતા તરુણનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકામાં સીરામીક કારખાનામાં બેલ્ટમાં માથું આવી જવાથી તરુણનું મોત થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

ગઈકાલે તા. 10ના રોજ વાંકાનેરમાં સરતાનપર રોડ પર આવેલા વ્રીટીફાઇડ સીરામીક ફેક્ટરીમાં કુટકા રામસીંગ (ઉ.વ. 17, રહે. મુળ કપાટી, જી દેવળીયા (એમપી) કામ કરતા હતા. તે વખતે બેલ્ટમાં માથુ આવી જવાથી તેમનું મુત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text