મોરબી પાલિકા અને સાર્થક વિદ્યામંદિર દ્વારા આયોજિત ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું પરિણામ જાહેર

- text


મોરબી : મોરબી નગરપાલિકા અને સાર્થક વિદ્યામંદિર દ્રારા ગત તારીખ ૨૯ નવેમ્બરના રોજ ઓનલાઇન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સાર્થક વિદ્યામંદિરના ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૨૦ જેટલા સ્પર્ધકોમાંથી સાર્થક સ્કૂલમાં ધોરણ-૮માં ભણતા સોલંકી હિમેશ પ્રવીણભાઈ પ્રથમ તથા ધોરણ-૯માં ભણતી મકવાણા નંદની રાજેન્દ્રભાઇને દ્વિતીય અને ધોરણ-૮ માં ભણતી વામજા નંદની સંજયભાઈને તૃતીય નંબરે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને મોરબી નગરપાલિકા ચિફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ વિજેતા તેમજ ભાગ લેનાર તમામ વિધાર્થીઓને શાળાના શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા છે.

- text

- text