વાધરવાના પૂલ નજીક ટ્રેઇલરચાલકે ટ્રક ભટકાડી વાહન સુરક્ષા માટેની પટ્ટી તોડી નાખી!

- text


ગુજરાત સરકારને રૂ. 1.60 લાખનું નુકસાન થયું

માળીયા (મી.) : માળીયા (મી.)માં વાધરવાના પૂલ નજીક ટ્રેઇલરચાલકે ટ્રક ભટકાડી વાહન સુરક્ષા માટેની પટ્ટી તોડી નાખી છે. આથી, સરકારને રૂ. 1.60 લાખનું નુકસાન થયું છે. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

ગત તા. 1ના રોજ માળીયા (મી.)માં વાધરવાના પૂલ આગળ એસ.આર. પંપની બાજુમા ટ્રેઇલર નં- GJ-12-BV-5866ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી સ્ટેટ હાઇવે નં.-7ની વાહનોની સુરક્ષા માટેની 48 મીટરની પટ્ટી અકસ્માત કરી તોડી નાખી છે. આથી, ગુજરાત સરકારની સંપત્તિને અંદાજિત રૂ. 1,60,323નું નુક્શાન થયું છે. આ અકસ્માત બાદ ટ્રેઇલરચાલક નાસી ગયો હતો. પોલીસે ગઈકાલે ટ્રેઇલરચાલક સામે પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એક્ટ 3 મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

- text