ટંકારના ધુનડા (સ.) ગામે બાળકોની તકરારમાં મોટેરાઓ વચ્ચે જામી પડી, 6ને ઇજા

- text


એક પરિવારમાં બાળકોની તકરારમાં વડીલો વચ્ચે સશસ્ત્ર મારામારી, 6 ઈજાગ્રસ્તોને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા

ટંકારા : ટંકારાના ધુનડા (સ.) ગામે બાળકોની તકરારમાં મોટેરાઓ વચ્ચે જામી પડી હતી. જેમાં બાળકો વચ્ચેની માથાકૂટમાં વડીલો વચ્ચે સશસ્ત્ર મારામારી થતા બન્ને પક્ષના મળીને છ લોકો ઘાયલ થયા હતા. આ 6 ઈજાગ્રસ્તોને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- text

આ મારામારીના બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારના ધુનડા(સ) ગામે રહેતા જિતેન્દ્રભાઈ ગણેશભાઈ પાટડીયા, મુકેશભાઈ ગણેશભાઈ પાટડીયા અને તેમના પિતા ગણેશભાઈ પાટડીયાને ગતરાત્રે તેમના કૌટુંબિક પરિવારના મેરુભાઈ તથા વિનોદભાઈ સાથે બાળકોની તકરારમાં માથાકૂટ થઈ હતી. જેમાં વાત વણસી જતા આ બન્ને પરિવારના સભ્યો વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી. બન્ને પરિવારના સભ્યોએ એકબીજા ઉપર લોખંડના પાઇપ અને કુહાડી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. તેથી, આ સશસ્ત્ર મારામારીમાં વિનોદભાઈ જેરાજભાઈ પાટડીયા, મેરુભાઈ વિનોદભાઈ પાટડીયા અને સમાપક્ષે ગણેશભાઈ ગોવિદભાઈ પાટડીયા, જિતેન્દ્રભાઈ ગણેશભાઈ પાટડીયા, મુકેશભાઈ ગણેશભાઈ પાટડીયાને ઇજા થતાં આ તમામને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text