ગેસના બાટલા મામલે પરિવારની મહિલાઓ વચ્ચેનો ઝગડો પોલીસ સ્ટેશને પહોંચ્યો

- text


મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામે ગેસના બાટલા મામલે પરિવારની મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલો મોરબી તાલુકા પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી છે.

- text

આ બનાવની મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે આંદરણા ગામે રહેતા હંસાબેન બાબુભાઈ પરમાર નામની મહિલાને તેમના જેઠના બે દીકરાની વહુ ચંપાબેન મહેશભાઈ પરમાર અને રેખાબેન દિલીપભાઈ પરમારએ ગેસના બાટલાની લેતીદેતી મામલે માર માર્યો હતો. આથી, હંસાબેનને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ચંપાબેન અને રેખાબેન સામે ફરિયાદ નોંધી છે. તેમજ હાલ પોલીસ બનાવની તપાસ કરી રહી છે.

- text