કોયબા ગામમાંથી 60 બોટલ વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ

- text


કુલ કી.રૂ. 3.29 લાખના મુદામાલ સાથે આરોપીની અટકાયત કરાઈ

હળવદ : હળવદમાં દારૂ-જુગારની બદીઓને ડામવા પોલીસ દ્વારા બુટલેગરો અને જુગારીઓ પર સતત ચોથા દિવસે પણ કાર્યવાહી યથાવત રાખી છે. ગત રાત્રીના તાલુકાના કોયબા ગામમાંથી દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી લઈ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ પી.આઈ. પી. એ. દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના પોલીસ જવાન દેવેન્દ્રસિંહ ઝાલા, મનહરભાઈ, જીતુભાઈ, મુમાભાઈ કલોત્રા, જયપાલસિંહ સહિતનાઓ દ્વારા હળવદ તાલુકાના કોયબા ગામે રહેતા સુખદેવસિંહ ચાવડને તેઓની કારમાંથી 60 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. ૨૮,૫૬૦ અને એક કાર કિંમત રૂપિયા ૩ લાખ મળી કુલ રૂપિયા ૩,૨૯,૫૬૦નો મુદ્દામાલ કબજે લઇ આરોપી વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text

- text