મોરબીની નિલકંઠ સોસાયટીમાં બે ટોળા બનાવી જુગાર રમતા 17 મજૂરો ઝડપાયા

- text


મોરબી : મોરબી શહેરની નિલકંઠ સોસાયટીમાં જુદા-જુદા ટોળા બનાવી જુગાર રમતા કુલ 17 મજૂરો ઝડપાયા છે. આ બનાવમાં તમામ 17 મજૂરો સામે જુગાર ધારા હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 18ના રોજ મોરબીની નિલકંઠ સોસાયટીમાં સાંઇ એપાર્ટમેન્ટ પાસે જુગાર રમી રહેલા નવ મજૂરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 16,250 જપ્ત કર્યા છે. પોલીસે હર્ષદભાઇ માનબહાદુર રાઓલ, ભરતભાઇ કલમભાઇ થાપા, પ્રેમબહાદુર માનબહાદુર રાઉલ, જબ્બરભાઇ દાનસીંગ રાઉલ, શીવાભાઇ રાકેશભાઇ વિશ્વકર્મા, દિપકભાઇ સરોજભાઇ ભંડારી, કમલભાઇ કમાનસીંગ કઠાપત, ભરતભાઇ રત્નાભાઇ બિષ્ટ તથા કલમ માનબહાદુર રાઓલની અટકાયત કરી છે.

આ જ સ્થળ પરથી અન્ય ટોળામાં જુગાર રમતા આઠ મજૂરોને પકડી પાડવામાં આવ્યા છે. પોલિસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રૂ. 12,510 કબ્જે કર્યા છે. પોલીસે આ કેસમાં નરેશભાઇ અમરસીંગભાઇ સોની, રમેશભાઇ રામબહાદુર રાઓલ, હરીશભાઇ માનસીંગ બોગટી, કમલભાઇ ભીમબહાદુર બીસ્ટા, હરકભાઇ ડમ્મરભાઇ વીશ્ર્વકર્મા, ટેગબહાદુર પાઉમનસીંગ વીશ્ર્વકર્મા, કરણભાઇ જીતબહાદુર વીશ્ર્વકર્મા તથા અનીલભાઇ જીતબહાદુર વીશ્ર્વકર્માની અટકાયત કરી છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text