મોરબી જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં ઈએનટી સેવા કાર્યરત કરાઈ

- text


સામાજીક કાર્યકરો, આગેવાનો અને હોસ્પિટલ પ્રસાશનની રજુઆત સફળ

(જનક રાજા દ્વારા) મોરબી : મોરબીની સિવીલ હોસ્પિટલમાં લાંબા સમયથી વિવિધ બીમારીઓના ડોકટરોની ધટને લઈ સામાજીક કાર્યકરો, આગેવાનો અને હોસ્પિટલ પ્રસાશન દ્વારા અવાર નવાર ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી. જે રજુઆત અન્વયે તાજેતરમાં જ કાન, નાક અને ગળાના સ્પેશિયલ ડોકટરની નિમણુંક કરાઈ છે અને ઉપરોક્ત રોગ સંબંધી સેવા શરૂ કરવામાં આવી છે.

મોરબીને જીલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો તે પહેલાની મોરબી સિવીલ હોસ્પિટલમાં વિવિધ બીમારીઓના મહત્વપૂર્ણ ડોકટરોની ધટ હતી. જેથી શહેરના સામાજીક કાર્યકરો, રાજકીય આગેવાનો અને હોસ્પિટલ તંત્ર દ્વારા સરકાર પાસે વારંવાર રજુઆતો કરી ખાલી પડેલી મહત્વપૂર્ણ ડોકટરોની જગ્યાઓ ભરવા માંગણીઓ કરવામાં આવી હતી. આ રજૂઆતોને લઈને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિક નિયામક (તબીબી સેવા) અને અધિક નિયામક (મેડીકલ એજ્યુકેશન) દ્વારા મોરબી સિવીલ હોસ્પિટલમાં ઈએનટી ડોકટરોની નિમણુંક કરવામાં આવતા હવે હોસ્પિટલના રૂમ નંબર ૭માં ઈએનટી (કાન,નાક,અને ગળા) ઓપીડી શરૂ કરવામાં આવી છે. તો ઈએનટી સેવાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા હોસ્પિટલના અધિક્ષક ડો. પી. કે. દુધરેજીયા અને ઈન્ચાર્જ આરએમઓ ડો. શૈલેષ પટેલે અનુરોધ કર્યો છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text