વાંકાનેરના પંચાસર રોડ પર જુગાર રમતા પાંચ પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેરના પંચાસર રોડ પર જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા છે. આ પાંચેય શખ્સો સામે જુગાર ધારા હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 18ના રોજ વાંકાનેરના પંચાસર રોડ પર નવાપરા શેરી નં. 1ના નાકા પાસે જુગાર રમતા ભરતભાઇ અરવીંદભાઇ વીંજવાડીયા, શંકરભાઇ નાગજીભાઇ પાડલીયા, રોહીતભાઇ જગદીશભાઇ વીંજવાડીયા, સહદેવભાઇ વાલજીભાઇ ડાંગરોચા અને હર્ષદભાઇ ધીરૂભાઇ સેટાણીયાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 6,960 તથા મોબાઈલ મળી કુલ રૂ. 23,460 જપ્ત કર્યા છે. તેમજ પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text