મોરબીમાં પૈસાની લેતી દેતી મામલે અપહરણ કરી માર માર્યાની ફરિયાદ

- text


એ ડિવિજન પોલીસ મથકે ગુન્હો નોંધાયો

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર પૈસાની લેતી દેતી મામલે બે લોકોને બળજબરીથી ગાડીમાં અપહરણ કરી લઈ જઈને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં અપહરણકારની ચુંગાલમાંથી છુટકારો થયા બાદ એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નવા બસ સ્ટેશન પાછળ કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ડાઢાની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા દયારામભાઇ કાનજીભાઇ હડીયલ (ઉ.વ ૩૨) એ આરોપી પંચાસરવાળા ભગીરથસિંહ ગોહીલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૨૮ ના રોજ ત્રણેક વાગ્યાના સુમારે મોરબી પંચાસર રોડ ઉપર સ્મશાનની સામે ફરીયાદીના પુત્ર વિપુલભાઇ દયારામભાઇ હડીયલ બેઠો હતો.ત્યારે ફરીયાદીના બનેવી ગણેશભાઇ લાલજીભાઇ કણજારીયા તથા આરોપીને પૈસાની લેતીદેતી હોય જેનો ખાર રાખી આરોપીએ પોતાની સફેદ કલરની ફોરવ્હીલ ગાડીમાં ફરીયાદીના પુત્ર વિપુલભાઇ દયારામભાઇ હડીયલ તથા સાહેદ બન્નેને બળજબરી પુર્વક પોતાની ગાડીમા અપહરણ કરી પંચાસર ગામની સીમમાં કોઇની વાડીએ લઇ જઇ ધોકા પાઇપ વડે માર મારી ફરીયાદીને ફોનમા જેમ તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવમાં બન્ને અપહૃતનો છુટકારો થયા બાદ આ અંગે ફરિયાદ નોંધાઇ છે.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text



મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text