જેતપરમાં આજે શુક્રવારે રાત્રે હાર્દિક પટેલની સભાથી કોંગ્રેસના પ્રચારનો નગારે ઘા

- text


કાંતિલાલ અમૃતિયાના ગામ જેતપર ખાતે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સભા ગજવશે

મોરબી : ત્રણ નવેમ્બરે 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે બન્ને મુખ્ય પાર્ટીઓ માટે હવે “રાત ઓછી અને વેશ ઝાઝા” જેવો ઘાટ ઘડાયો છે. અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચાર પહોંચે એ પહેલાં પોતાના ઉમ્મદવાર તરફી વાતાવરણ સુદ્રદ્ધ બનાવવા બન્ને પાર્ટીઓ સ્પષ્ટ રણનીતિ સાથે આગળ વધી રહી છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ખાસ જોર લગાવાઈ રહ્યું છે. આથી જ કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને ગ્રામીણ વિસ્તારોમાં પ્રચારની કમાન સોંપી છે. જે અંતર્ગત આજે શુક્રવારે રાત્રે 8 વાગ્યે હાર્દિક પટેલ કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયેથી નીકળી જેતપર ખાતે “વિજય સંકલ્પ” સભા સ્થળે જવા રવાના થયા છે. મનાઈ રહ્યું છે કે કાંતિ અમૃતિયાના પૈતૃક ગામમાં હાર્દિક ભાજપને ઘેરવાનો ભરચક પ્રયાસ કરશે. જ્યારે આવતી કાલે શનિવારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી મહેન્દ્રનગરમાં રાત્રે 9 કલાકે ચૂંટણી સભા કરશે ત્યારે આક્ષેપો-પ્રતિ આક્ષેપોનો વિશેષ અધ્યાય મોરબી-માળીયાના મતદારો સમક્ષ ઉજાગર થશે એવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.

- text

આ દરમ્યાન બીજી તરફ 65 મોરબી-માળિયા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલના પ્રચાર અર્થે જસાપર ગામમા કોંગ્રેસ પ્રદેશ સેવાદળ મહિલા અધ્યક્ષ પ્રગતિબેન આહિર, મહામંત્રી પ્રવિણભાઈ મૈયડ, રાજકોટ કોંગ્રેસ આગેવાન કમલેશ કોઠીવાર, પ્રશાંતભાઈ આહિર, માળિયા કોંગ્રેસ યુવા પ્રમુખ બળદેવ આહિર તેમજ સ્થાનીય કાર્યકરો અને આગેવાનો સહિત પ્રચાર અર્થે ફરીને જનસમર્થન મેળવ્યું હતું. ધીમે ધીમે ગતિ પકડતો જતો ચૂંટણી જવર આવનારા દિવસોમાં ચરમસીમા તરફ જતો જાય છે.

- text