હળવદ તાલુકાના આઉટસોર્સના કર્મચારીઓએ ઓછા વેતન મુદ્દે એજન્સી સામે બંડ પોકાર્યું

- text


આઉટસોર્સના કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર આપી પૂરતો પગાર આપવાની માંગ કરી

હળવદ : હળવદ તાલુકાના આઉટસોર્સના કર્મચારીઓને જવાબદાર એજન્સી ખૂબ ઓછો પગાર ચૂકવીને શોષણ કરતી હોવાની ફરિયાદ ઉઠી છે. આથી આઉટસોર્સના કર્મચારીઓએ ઓછા વેતન મુદ્દે એજન્સી સામે બંડ પોકારી આ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપી પૂરતો પગાર આપવાની માંગ કરી છે.

હળવદ તાલુકામાં ફરજ બજાવતા આઉટસોર્સના કર્મચારીઓએ આજે હળવદના મામલતદારને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, હળવદ તાલુકાના આઉટસોર્સના કર્મચારીઓને એજન્સી તરફથી પગાર ચૂકવવામાં આવે છે. પણ એજન્સી તરફથી ખૂબ જ ઓછો પગાર ચૂકવાય છે. જેમાં એજન્સી આઉટસોર્સના કર્મચારીઓને રૂ.8504 નો.પગાર ચૂકવે છે. આ પગાર આજના મોંઘવારીના કાળમાં કોઈ કાળે પોસાય તેમ નથી. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે પૂરતો પગાર મળતો ન હોવાથી આ કર્મચારીઓને ઘરનું ગુજરાન ચાલવવામાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી આઉટસોર્સના કર્મચારીઓને પૂરતો પગાર મળી રહે તેવી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

- text