મોરબીમાં લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા બસ સ્ટેશન ખાતે કોરોના જાગૃતિ અંગે બેનર લગાવાયા

- text


મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) – ગાંધીનગર દ્વારા માન્ય આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર – મોરબી દ્વારા કોરોના મહામારીમાં લોક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં મોરબી જીલ્લાનાં જાહેર સ્થળ પર કોરોના વાયરસ સામે લોક જાગૃતિ અંગેની 130 જેટલી માહિતી બેનર હેઠળ આવરી લેવામાં આવી છે.

કોરોના વાયરસ મહામારીનાં પોસ્ટર પ્રદર્શન નવા એસ.ટી બસ સ્ટેન્ડ, જૂના એસ.ટી. બસ સ્ટેન્ડ પર લોકોને કોરોના વાયરસ સામે લોક જાગૃતિ અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો. નવા એસ.ટી.બસ સ્ટેન્ડનાં અધિકારી નરેન્દ્રસિંહ અને તેમનાં સાથી કર્મચારી તેમજ જૂનાં એસ. ટી. બસ સ્ટેન્ડનાં અધિકારી બિપીનભાઈ આદ્રોજા તથા અમુભાઈ ધ્રાંગ્રાએ કોરોના વાયરસ લોક જાગૃતિ અભિયાનમાં પૂરો સાથ સહકાર આપ્યો હતો. કોરોના વાયરસ લોક જાગૃતિ અભિયાનનું આયોજન એલ. એમ. ભટ્ટ, દિપેન ભટ્ટ તથા અજય પાટડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text