સૌરભ પટેલની ઉપસ્થિતમાં મોરબી ડીસ્ટ્રીકટ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશની મીટીંગ યોજાઈ

- text


મિટિંગમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સમર્થન જાહેર કર્યું

મોરબી : માળીયા-મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે બન્ને મુખ્ય પાર્ટીઓ વિવિધ સમાજ-સંગઠનોનું સમર્થન મેળવી રહી છે. ત્યારે મોરબી પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનની મંત્રી અને ભાજપના આગેવાન સૌરભ પટેલની ઉપસ્થિતમાં મીટીંગ યોજાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સમર્થન આપવામાં આવ્યું હતું.

મોરબી ડીસ્ટ્રીકટ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન દ્વારા એક વિશેષ એક્ઝિક્યુટિવ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી સૌરભભાઈ પટેલે વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં એસોસિએશન દ્વારા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સામુહિક સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રી સૌરભ પટેલે ભાજપને સમર્થન આપવા બદલ ઉપસ્થિત તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરી જંગી લીડથી મેરજાના વિજયને ભવ્ય બનાવવાની અપીલ કરી હતી. આ તકે સ્થાનિક ભાજપના આગેવાનો મંત્રી સૌરભ પટેલ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text