મોરબીના મહેન્દ્રનગર ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજાઈ

- text


યુવા ભાજપના આગેવાનો દ્વારા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં બાઈક રેલીનું આયોજન

મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં બે દિવસોથી ભારે ગરમાવો આવ્યો છે. ભાજપના સ્ટાર પ્રચારકો સહિત સ્થાનિક આગેવાનો દ્વારા જન સમર્થન મેળવવા માટે અથાક મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે હવે ગામેગામ પ્રચાર અભિયાનમાં વેગ આવે તેના ભાગરૂપે પંથકમાં બાઇક રેલીને મહત્વ આપવામાં આવ્યું છે.

મહેન્દ્રનગર ખાતે યુવા ભાજપના આગેવાનો દ્વારા વીજળીવેગી પ્રચાર માટે બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. મોરબી યુવા ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપ્ત સંભવિત નારાજગી દૂર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાન આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમામ ગ્રામ્ય વિસ્તારોમાંપહોંચી વળવા યુવા ભાજપ દ્વારા બાઇક રેલીને લઈને તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આજની આ બાઈકરેલીમાં મોરબી યુવા ભાજપના પ્રદેશ અગ્રણી ગૌતમ ગૌસ્વામી, મોરબી જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશ કૈલા, યુવા ભાજપ ઉપપ્રમુખ જયદીપ હૂંબલ, યુવા ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય સાગર સદાતિયા, યુવા તાલુકા ભાજપ પ્રમુખ વિશાલ ઘોડાસરા, મહેન્દ્રનગરના સ્થાનિક આગેવાન રાજેશભાઈ શેરસીયા સહિતના સ્થાનીય યુવા નેતાઓ આ બાઇક રેલીમાં જોડાયા હતા. આગામી દિવસોમાં પણ બાઇક રેલી દ્વારા માળીયા-મોરબી વિધાનસભા મત વિસ્તારમાં ફરી વળવા યુવા નેતાઓની ટીમેં આયોજન ગોઠવ્યા હોવાનું જાણવા મળે છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text