ઇલેક્શન અપડેટ : મતદાન મથકો પર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જરૂર જણાય તો મતદારોને ટોકન અપાશે

- text


મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી તા. 3 નવેમ્બરના રોજ યોજાનાર છે. ત્યારે આ પેટા ચૂંટણીને લઈને ચૂંટણી આયોગ દ્વારા મતદાન મથકો, મતદારોની સંખ્યા, ચૂંટણી સ્ટાફની ફાળવણી અને ચૂંટણી સ્ટાફને સઘન તાલીમ સહિતની ચૂંટણીની કામગીરીઓની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જો કે આ વખતે કોરોનાની મહામારી હોવાથી રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા પેટા ચૂંટણીમાં મતદાન વખતે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ખાસ નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

આ વર્ષે ખાસ કરીને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોરોના મહામારીનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો ઉપર ભીડ હોય તો સામાજિક અંતર જાળવવા જરૂર જણાય તો મતદારો માટે ટોકનની સુવિધા અમલી બનાવવામાં આવી છે. આથી, વધુ લોકો એકત્ર થઇ ગયા હોય તો મતદારોને ટોકન અપાશે. અને ભીડ જમા થાય તેવી પરિસ્થિતિને ટાળવામાં આવશે.

આ અંગે મોરબી જિલ્લા અધિક કલેક્ટર કેતનભાઈ જોશીએ જણાવ્યું છે કે મતદાનના દિવસે મતદાન મથકે ભીડ જમા થઈ ગઈ હોય ત્યારે જરૂર જણાય તો મતદારોને ટોકન આપવામાં આવશે. આ ટોકન સિસ્ટમ મુજબ મતદારોના વારા પ્રમાણે તેઓને સમય આપી દેવામાં આવશે. એટલે કે ટોકન આપીને અર્ધી કલાક કે થોડી કલાકો એમ જે રીતે તેનો વારો આવે તેમ સમય જણાવવામાં આવશે. આ રીતની ટોકન સુવિધા કોરોનાના સંક્રમણને રોકવા જાહેર કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text