જાહેરનામું : આચાર સંહિતાનો ભંગ થાય તેવા ગ્રુપ SMS અને સોશ્યલ મીડિયા મેસેજ પર પ્રતિબંધ

- text


મોરબી : મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી. જોષી દ્વારા ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા ગ્રુપ બલ્ક એસ.એમ.એસ. તેમજ સોશ્યલ મીડિયા મેસેઝ પર પ્રતિબંધ મુકયો છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ભુતકાળની ચૂંટણીઓમાં કેટલાક વાંધાજનક એસ.એમ.એસ (ટૂકા સંદેશ સેવા) તથા સોશ્યલ મીડીયાનો દુરુપયોગ થતો રોકવા મોરબી જિલ્લા, મોરબી શહેર અને મોરબી તાલુકા સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓએ કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા તથા ચૂંટણી પ્રકિયાને દુષિત કરે તેવા ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ. પ્રસારીત કરશે કે કરવા દેશે નહી. રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે, તા. ૦૧-૧૧-૨૦૨૦ થી તા ૦૩/૧૧/૨૦૨૦ સુધી સંપૂર્ણપણે તેના પ્રસારણને પ્રતિબંધીત કરવાના રહેશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text