આજે ફોર્મ ભરાતા પૂર્વે જ મોરબી કોંગ્રેસમાં મોટું ભંગાણ

- text


મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા ભાજપમાં જોડાયા 

મોરબી : આજે ગુરુવારે બપોરે 12:39 મિનિટે બીજેપીના સત્તાવાર ઉમેદવાર બ્રિજેશ મેરજા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે એ પહેલાં મોરબીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાએ બીજેપીમાં વિધિવત પ્રવેશ કરતા આવનારા દિવસોમાં મોરબી કોંગ્રેસમાં મોટું ભંગાણ તોળાઈ રહ્યું છે.

આજે ગુરુવારે સવારે મોરબીમાં બીજેપીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સૌરભ પટેલ, આઈ કે જાડેજા, મોહનભાઇ કુંડારીયા, કાંતિલાલ અમૃતિયા, બ્રિજેશ મેરજા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાએ ભગવો ખેસ ધારણ કરતા મોરબી જિલ્લા કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. આવનારા દિવસોમાં કોંગ્રેસમાં વધુ ભંગાણ પડી શકે છે એવું આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો અને મોરબી પાલિકા પ્રમુખ, તેમજ અમુક કોંગી કાઉન્સિલરો પણ ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text