વાંકાનેર : ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી ગામના એક શખ્સને સબંધના દાવે હાથ ઉછીના આપેલા રૂ. 23,65,000 (ત્રેવીસ લાખ પાંસઠ હજાર)ની ચૂકવણી પેટે આપેલ ચેક રિટર્ન કેસમાં દલડી ગામના આરોપીને વાંકાનેર નામદાર કોર્ટે દ્વારા એક વર્ષનીની સજા ફટકારી હતી. જે કેસમાં વાંકાનેરના વકીલ કમલેશ જે. ચાવડા રોકાયા હતા.

આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી નાથાલાલ દેવશીભાઇ પરમારએ વાંકાનેર તાલુકાના દલડી ગામના રહેવાસી ગુલામ મોહયુદીન સાજીભાઈ પરાસરાને સબંધના દાવે હાથ ઉછીની રકમ રૂપિયા ત્રેવીસ લાખ પાંસઠ હજાર આપેલ હતી. જે પરત કરવા માટે તેમણે ચેક આપેલ હતો. જે ચેક રિટર્ન થતાં વાંકાનેર કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતાં આ કામના ફરિયાદીએ પોતાનો કેસ નિ:શંકપણે સાબિત કરેલ હોય. જેથી, આરોપી ગુલામ મોહયુદીન સાજીભાઈ પરાસરાને જજ એ. આર. રાણાએ એક વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે ચેકની રકમ ચૂકવવાનો અને જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે. આ કામના ફરિયાદીના વકીલ કમલેશ જે. ચાવડા તથા બી. એચ. ગોહેલએ કરેલ દલીલને માન્ય રાખી આરોપીને કોર્ટે સજાનો હુકમ કરેલ અને આ કેસમાં ફરિયાદી વતી વકીલ તરીકે કમલેશ જે. ચાવડા, બી. એચ. ગોહેલ રોકાયેલા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text