હળવદમાં ગુમ થયેલા 10 વર્ષના બાળકના અપહરણની ફરિયાદ નોંધાઇ

- text


બાળકના પિતાની ફરિયાદ પરથી હળવદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

હળવદ : હળવદના મોરબી ચોકડી પર આવેલ એક કારખાનામાં રહેતા પ્રજાપતિ પરિવારનો 10 વર્ષનો પુત્ર થોડા દિવસ પહેલા અચાનક ગુમ થઈ ગયો હતો. આ બાળક હજુ સુધી મળી ન આવતા અંતે બાળકનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં બાળકના પિતાની ફરિયાદ પરથી હળવદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ-માળીયા હાઈવે પર આવેલ મોરબી ચોકડી પરના વિશાલ પેકેજીંગ નામના કારખાનામાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયેશભાઈ પ્રજાપતિને સંતાનમાં બે દીકરા હોય. જેમાં મોટો દીકરો ધ્રુવ ઉર્ફે કાનો ઉંમર 10 વર્ષ અને તેનો નાનો ભાઈ શિવમ બંને ગત તા.6 ના રોજ બપોરે રમતા હતા. એ વેળાએ શિવમ ઘરે જઈ સૂઈ ગયેલ અને ધ્રુવ ઉર્ફે કાનો ઘરે ન આવતા તેના પરિવારજનો દ્વારા આજુબાજુમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ મોડી સાંજ સુધી પણ આ બાળકનો કોઈ પત્તો ન મળતા આખરે પરિવારજનો પોલીસ મથકે દોડી જઈને બાળકની ગુમસુદા નોંધાવી હતી. તેમ છતાં આજદિન સુધી બાળકની ભાળ ન મળતા તેનું અપહરણ થયાની શંકા સાથે બાળકના પિતા જયેશભાઇ જયતીલાલ ખોડીયાએ પોતાના પુત્ર ધ્રુવનું કોઈ અજાણ્યા શખ્સોએ લાલચ આપીને અપહરણ કરી ગયાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી, હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text